જો દુનિયાભરના પાસપોર્ટની વચ્ચે એક ઓલ્મ્પિક કરાવવામાં આવે તો જાપાન બધાને પાછળ છોડી દેશે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સના કહેવા પ્રમાણે, જાપાની પાસપોર્ટ 2021નો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ સંસ્થા 2006થી સતત વર્લ્ડ મોસ્ટ ટ્રાવેલ ફ્રેન્ડ્લી પાસપોર્ટની રેન્કિંગ કરી રહી છે. આ વર્ષે આ રેન્કિંગમાં ભારત સહિત આ દેશોને ઘણું નુકસાન થયું છે
હેનલી એન્ડ પાર્ટનર્સ પ્રમાણે, જાપાની પાસપોર્ટ દુનિયાના 193 દેશોમાં વીઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઈવલ એક્સેસની સુવિધા આપે છે. 193ના શાનદાર વિઝા સ્કોરની સાથે જાપાન આ લિસ્ટમાં પહેલા ક્રમે છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના સંકટને કારણે આ વર્ષે ઘણા ઓછા લોકોએ ટ્રાવેલ કર્યું છે. 2021ના પહેલા ત્રણ મહિનામાં તો ટુરીઝમની હાલક આખી દુનિયામાં ઘણી ખરાબ જોવા મળી છે
આ લિસ્ટમાં જાપાન પછી બીજા નંબર પર સિંગાપોર છે, જેનો પાસપોર્ટ 192 દેશોમાં વિઝા ઓન અરાઈવલ અને વિઝા ફ્રી એક્સેસની સુવિધા આપે છે. જ્યારે ત્રીજા ક્રમ પર 191 વિઝા ફ્રી સ્કોર સાથે દક્ષિણ કોરિયા અને જર્મની સામેલ છે.
ચોથા ક્રમ પર ફિનલેન્ડ, ઈટલી, લઝ્મબર્ગ અને સ્પેન છે. આ બધા દેશોનો વિઝા ફ્રી સ્કોર 190 છે. કોરોના સંકટને કારણે જોવામાં આવે તો અમેરિકા અને બ્રિટન માટે આ ઘણો મોટો ઝટકો છે. ઝડપી ગતિએ ચાલી રહેલા વેક્સીનેશન પ્રોગ્રામ છત્તાં અમેરિકા અને બ્રિટન સાતમાં નંબર પર છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં યુકે અને યુએસએ એક ક્રમની બઢત હાંસલ કરી છે
પાસપોર્ટ રેન્કિંગમાં ભારતને ઘણો મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય પાસપોર્ટ છ સ્થાન નીચે આવીને 84 થી 90માં ક્રમે આવી ગયો છે. ભારતીય પાસપોર્ટ દુનિયાના કુલ 58 દેશોમાં ફ્રી વિઝાની સુવિધા આપે છે. આ ક્રમ પર ભારત સિવાય સેન્ટ્રલ આફ્રિકી દેશ ગેબોન અને તઝાકિસ્તાન સામેલ છે
પાસપોર્ટના આ રેન્કિંગ લિસ્ટમાં ચીન અને યુએઈએ જબરજસ્ત કૂદકો માર્યો છે. 2011 પછીથી ચીન 22 ક્રમ આગળ વધીને 90માં ક્રમથી 68માં ક્રમે પહોંચી ગયું છે જ્યારે યુએઈ 65માં ક્રમથી સીધો 15મા ક્રમે પહોંચવામાં સફળ રહ્યું છે.
રેન્કિંગમાં પાકિસ્તાનની હાલત ઘણી ખરાબ છે. પાસપોર્ટ રેન્કિંગમાં પાકિસ્તાન 113માં ક્રમ પર છે, જ્યારે અફઘાનિસ્તાન છેલ્લા ક્રમ પર છે. અફઘાનિસ્તાન, ઈરાક અને સિરિયા ક્રમશઃ સૌથી નીચલા સ્થાન પર છે.
રેન્કમાં ઉત્તર કોરિયાને પણ 8 ક્રમનું નુકસાન થયું છે. 39 દેશો માટે વિઝા ફ્રી એક્સેસની સુવિધા આપનારો દેશ ઉત્તર કોરિયાનો આ લિસ્ટમાં 100મા ક્રમથી 108માં ક્રમે પહોંચી ગયો છે. તે સિવાય નેપાળ, ફિલીસ્તાન, સોમાલિયા, યમન, પાકિસ્તાન સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાનના પાસપોર્ટને સૌથી નબળા કહેવામાં આવી રહ્યા છે. આ લિસ્ટમાં ટોપ ટેનમાં સ્થાન પામનારા દેશો ક્રમશઃ જાપાન(1), સિંગાપોર(2), જર્મની, દક્ષિણ કોરિયા(3), ફિન્લેન્ડ, ઈટલી, લક્ઝમબર્ગ, સ્પેન(4), ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક(5), ફ્રાંસ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્વીડન(6), બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, યુકે, અમેરિકા(7), ચેર રિપલ્બિક, ગ્રીસ, માલ્ટા, નોર્વે(8), ઓસ્ટ્રેલિયા, કેનેડા(9), હંગરી(10)માં ક્રમે છે.







0 comments:
Post a Comment