ધોરણ 12 ની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખૂબજ ઉપયોગી
ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશે ની અગત્યની સૂચના* આથી તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને વાલીઓને જણાવવાનું કે તમારા મિત્રો,સ્વજનો,પાડોશીઓ તથા ગામમાં જેમણે *ધોરણ-12 માં સાયન્સ ,આર્ટ્સ અથવા કોમર્સમાં પરીક્ષા આપી હોય* તેમને નીચેની માહિતી અચૂક પહોંચાડશો
.....................................
વધુ માહિતી
(1) રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ હવે *ચાલુ શૈક્ષણિક વર્ષથી* કોલેજમાં પ્રથમ વર્ષ બીએસસી ,બીએ અથવા બીકોમમાં એડમિશન લેવા માટે *કોમન એડમિશન પોર્ટલ(GCAS) માં *1 એપ્રિલ-2024થી રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે*. રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીની વિવિધ કોલેજો માં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થઇ છે. આપણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીઓની વિવિધ કોલેજોમાં (ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં) સાયન્સ ,આર્ટ્સ અને કોમર્સ તથા અન્ય વિધ્યાશાખામાં પ્રવેશ મેળવવા ઈચ્છતાં વિદ્યાર્થીઓએ *GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
(2) કોલેજમાં બીએસસી, બીએ અથવા બીકોમમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા સમય મર્યાદામાં *હાલ તારીખ મુજબ 15 એપ્રિલ સુધીમાં પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે..આગામી સમયમાં કોઈપણ યુનિવર્સિટીમાં કોઈપણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા જો પોર્ટ્લ ઉપર રજી.નહિ કરેલ હોય તો રાજ્યની કોઇપણ યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે નહી* તેથી આ વાતને ગંભીરતાથી લેવી.
(3) હાલ ફક્ત જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 આર્ટસ અને કોમર્સમાં પરીક્ષા આપેલી હોય તેમણે જ રજીસ્ટ્રેશન કરવાનું છે.એ પછી ધો-12 નું પરિણામ આવ્યા બાદ જેમણે રજીસ્ટ્રેશન કરાવેલ છે એ જ વિધ્યાર્થી પ્રવેશ ફોર્મ ભરી શકશે.
વધુ માહિતી માટે નજીકની કોલેજના સંપર્ક કરવો
*આ પ્રક્રિયા ગુજરાતના દરેક ધોરણ- 12 ની પરીક્ષા આપેલા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે તેની પ્રક્રિયાના સ્ટેપ નીચે પ્રમાણે છે..*.
(1) 1 એપ્રિલથી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે
(2) ધોરણ 12 નું પરિણામ જાહેર થયા બાદ રજીસ્ટ્રેશન કરાવેલ વિદ્યાર્થી આજ પોર્ટલ ઉપરથી પ્રવેશ ફોર્મ ભરી શકશે
(3) પ્રવેશ ફોર્મ ભર્યા બાદ જે તે કોલેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે
(4) ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ કોલેજ મેરીટ યાદી બહાર પાડશે
(5) મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને ઈમેલના માધ્યમથી એડમિશન લેવા આવવા માટેનો પત્ર મોકલવામાં આવશે
(6) એ પછી વિદ્યાર્થી ફી ભરવા આવશે અને એડમિશન ફી ભરવાથી તમારા પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થશે *નોંધ :વધુ માહિતી માટે નજીકની કોલેજ સંપર્ક કરવો*







0 comments:
Post a Comment